1 શમુએલ 29 : 1 (GUV)
હવે પલિસ્તીઓએ પોતાનાં સર્વ સૈન્યો એફેક આગળ એકત્ર કર્યાં. અને યિઝ્રએલમાં જે ઝરો છે તેની પાસે ઇઝરાયલીઓએ છાવણી નાખી.
1 શમુએલ 29 : 2 (GUV)
પલિસ્તીઓના સરદારો સોસોની તથા હજારહજારની ટોળીબંધ ચાલી નીકળ્યા. દાઉદ તથા તેના માણસો આખીશ સાથે સૈન્યને પાછલે ભાગે ચાલતા હતા.
1 શમુએલ 29 : 3 (GUV)
ત્યારે પલિસ્તીઓના સરદારોએ કહ્યું, “આ હિબ્રૂઓ [નું અહીં] શું [કામ છે]?” આખીશે પલિસ્તીઓના સરદારોને કહ્યું, “શું એ ઇઝરાયલના રાજા શાઉલનો ચાકર દાઉદ નથી? તે તો કેટલાક દિવસ બલકે કેટલાંક વર્ષ થયાં મારી સાથે રહે છે, તોપણ તે [મારી પાસે] આવી રહ્યો ત્યારથી તે આજ સુધી મને એનામાં કંઈ પણ વાંક માલૂમ પડ્યો નથી.”
1 શમુએલ 29 : 4 (GUV)
પણ પલિસ્તીઓના સરદારો તેના પર ગુસ્‍સે થયા; અને પલિસ્તીઓના સરદારોએ તેને કહ્યું, “આ માણસને પાછો મોકલ કે જે જગા તેં તેને ઠરાવી આપી છે ત્યાં તે જાય, ને એને આપણી સાથે લડાઈમાં આવવા ન દેતો, રખેને યુદ્ધમાં તે આપણો સામાવાળિયો થઈ જાય; કેમ કે પોતાના શેઠનો પ્રેમ પાછો મેળવવા માટે તે શું ન કરે? શું આ માણસોનાં માથાં નહિ આપે?
1 શમુએલ 29 : 5 (GUV)
શું એ દાઉદ નથી, કે જેના વિષે તેઓએ નાચતાં નાચતામ સામસામા ગાયું હતું, “શાઉલે સહસ્રોને અને દાઉદે દશ સહસ્રોને માર્યા છે?”
1 શમુએલ 29 : 6 (GUV)
ત્યારે આખીશે દાઉદને બોલાવીને તેને કહ્યું, “જીવતા યહોવાના સમ, તું પ્રમાણિકપણે વર્ત્યો છે, સૈન્યમાં મારી સાથે તારું જવું આવવું એ મારી દષ્ટિમાં સારું છે! કેમ કે તું મારી પાસે આવ્યો ત્યારથી તે આજ સુધી તારામાં મને કંઈ જ દુષ્ટતા માલૂમ પડી નથી. પરંતુ સરદારોની કૃપા તારા પર નથી.
1 શમુએલ 29 : 7 (GUV)
માટે હવે તું પાછો ફર, ને શાંતિએ જા કે, જેથી પલિસ્તીઓના સરદારો તારાથી નારાજ ન થાય.”
1 શમુએલ 29 : 8 (GUV)
ત્યારે દાઉદે આખીષને કહ્યું, “પણ મેં શું કર્યું છે? હું તમારી હજૂરમાં આવ્યો ત્યારથી તે આજ સુધીમાં તમે આ તમારા દાસમાં એવું શું જોયું કે, મારા મુરબ્બી રાજાના શત્રુઓની સામે જઈને લડવાની પરવાનગી મને ન મળે?”
1 શમુએલ 29 : 9 (GUV)
આખીશે દાઉદને ઉત્તર આપ્યો, “મારી દષ્ટિમાં તો તું સારો, ઈશ્વરના દૂત જેવો છે, તે હું જાણું છું; પરંતુ પલિસ્તીઓના સરદારોએ કહ્યું છે, ‘તે અમારી સાથે યુદ્ધમાં ન આવે.’
1 શમુએલ 29 : 10 (GUV)
તેથી હવે તારા ધણીના જે ચાકરો તારી સાથે આવેલા છે, તેઓની સાથે તું પરોઢિયે ઊઠજે. અને પરોઢિયે ઊઠ્યા પછી સૂર્યોદય થયે તમે વિદાય થજો.”
1 શમુએલ 29 : 11 (GUV)
માટે દાઉદ તથા તેના માણસો સવારમાં ચાલી નીકળીને પલિસ્તીઓના દેશમાં પાછા જવા માટે પરોઢિયે ઊઠ્યા. અને પલિસ્તીઓએ યિઝ્રએલ તરફ કૂચ કરી.

1 2 3 4 5 6 7 8 9 10 11

BG:

Opacity:

Color:


Size:


Font: